
વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા “સંસ્કાર દીપિકા” નામનું વૈચારિક દ્વિમાસિક પ્રકાશિત થાય છે. જેમાં ભારતીય શિક્ષણનાં મૂળભૂત તત્વોને લગતા લેખો પ્રગટ થાય છે.સમાજમાં શિક્ષણના વિચારોનો સઘનપણે વ્યાપ વધે અને વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશના કાર્યથી સૌ સુપરિચિત થાય તે હેતુથી સંસ્કાર દીપિકા પ્રકાશિત થાય છે.