
મૈત્રેયી ગુરુકુલમ
દીકરીને નાનપણથી જ એ રીતે કેળવવી જોઈએ કે તે પોતાના સ્ત્રીત્વનું ગૌરવ સમજે અને સ્વીકારે. આજે સ્ત્રીમુક્તિ, સ્ત્રીઓ માટે અનામત, સ્ત્રીઓની સુરક્ષા, સ્ત્રીઓનો અધિકાર, સ્ત્રીપુરુષ સમાનતા અંગે દુનિયાભરના હોબાળો મચ્યો છે. સ્ત્રીઓને ઉતરતી ગણવી એ સંસ્કૃતિના નાશની સુચક નિશાની છે તેથી ઘરમાં બાલિકાને ગૌરવપૂર્ણ સ્થાન આપીને તેમના પોતાના મનમાં પણ તેવા ભાવ દ્રઢ થાય તેવું વાતાવરણ નિર્માણ કરવું જોઈએ આવા ગૌરવના ભાવને આધારે ત્યાગ, પ્રેમ, સેવાના ભાવોનો વિકાસ થશે.