વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંચાલિત નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી અકેડમી મોટા રાંધા, સેલવાસમાં દિનાંક ૨૪-૦૧-૨૦૨૧ ને પોષ સુદ, એકાદશીના શુભ દિવસે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ મંગલ કાર્યને પાવન બનાવવા મુખ્ય અથિતિ વિશેષ ઉપસ્થિત રહ્યા. જેમાં પૂજ્ય સંતશ્રી મનજીબાપા, પૂજનીયશ્રી ડૉ. ચિન્મય સ્વામીજીના આશીર્વાદથી ભૂમિપૂજન કરવામાં આવ્યું. તેમજ મા.શ્રી પ્રફુલભાઈ પટેલ,મા.શ્રીપ્રકાશચંદ્રજી, મા.શ્રી સુભાષભાઈ દવે, મા.શ્રી યશવંતભાઈ ચૌધરી, મા.શ્રી બદરુદીનભાઈ હાલાણી, મા.શ્રી ડૉ કિરણભાઈ પટેલ, મા.શ્રી ઉમેદભાઈ પટેલ, મા.શ્રી અનિલભાઈ ગોયલની વિશેષ ઉપસ્થિત રહ્યા. ભૂમિપૂજન, દીપ પ્રજ્વલન અને માસરસ્વતીની વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. વંદના બાદ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથીઓ, મહેમાનશ્રીઓ તેમજ સંતોના પરિચયથી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો. આજના વિશેષ દિને નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી અકેડમીના બીજ જ્યાંથી રોપાયા હતા, તેની વિસ્તૃત માહિતી મા.શ્રી મહેશભાઈ પતંગેજીએ આપી. આ કાર્યને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રત્યક્ષ, અપ્રત્યક્ષ સહકાર આપનારા કાર્યકર્તા અધિકારી, સંતો, મહંતો તેમજ પ્રશાસક શ્રી પ્રફૂલભાઈ તેમજ કર્નલ ડી.બી. પાઠકનો મા.શ્રી બદરુદીનભાઈએ હૃદયપૂર્વક આભાર માની આગળ અકેડમી માટે પ્રેરણારૂપ બનવાનું આહ્વાન કર્યું. સૈનિક શાળાનો ઉદેશ્ય, હેતુ તેમજ પ્રસ્તાવના મા.શ્રી પ્રકાશજી દ્વારા રજુ કરવામાં આવી. તખ્તી અનાવરણ ડીજીટલ સ્વરૂપે કરવામાં આવી. આ ઉપરાંત આજના કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત ન રહી શક્યાએવા શુભચિંતકના શુભ સંદેશ વાંચન થયા. આચાર્ય દેવવ્રત- રાજ્યપાલ ગુજરાત રાજ્ય, પ્રકાશ જાવડેકર- મંત્રીશ્રી સુચના એવમ પ્રસારણ ભારત સરકાર, મેજર જનરલ રોય જોસેફ અપર મહાનિર્દેશક તેમજ મા.શ્રી જયંતીભાઈ ભડેસિયા, પશ્ચિમક્ષેત્ર સંઘચાલક, પુરષોત્તમ રૂપાલા – કેન્દ્રીય મંત્રી, ભુપેન્દ્રસિંહચુડાસમા, ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી, નિતિનભાઈ પેથાણીના સંદેશાઓ દ્વારા પાઠવેલ લાગણીનો સ્વીકાર કરવામાં આવ્યો. મિલેટ્રીનો અર્થ ખુબ સરસ એવું અર્થ સભર ઉદાહરણ દ્વારા કર્નલ ડી.બી. પાઠકના માર્ગદર્શનમાં સમજાયું. આ પ્રોજેક્ટમાં કર્નલશ્રીનું માર્ગદર્શન ખુબજ સરાહનીય રહેશે એવું જાણવા મળ્યું. પ્રત્યેક કાર્યકર્તા ઉર્જાવાન બને અને સૌ ઉત્સાહથી કાર્યમાં જોડાય રહે એવી માહિતી શ્રી યશવંતભાઈ ચૌધરી દ્વારા ખુબજ ટુકમાં વિશેષ માહિતી પૂરી પાડવામાં આવી.  આકાર્યની ગંતવ્ય સુધી લઈ જનારા મુખ્ય દાતાઓના વિશાળ હૃદયથી મન ખોલીને કરેલા દાનનું ઋણ સ્વીકાર માટે સૌ દાતાઓને સ્મૃતિભેટ આપી, સન્માન કરવામાં આવ્યું. અંતે પ્રફૂલભાઈ પટેલના ઉદ્બોધનમાં  શબ્દરૂપી ઘરેણાથી વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશને શિક્ષણક્ષેત્રમાં પોતાના યોગદાન માટે પોતે હંમેશા સાથે રહેશે. સૌ કાર્યકર્તા તેમજ દરેક સમાજ કાર્યસાથે માળી સ્વરૂપે બંધાઈને રહે એવી આશા વ્યક્ત કરીહતી. અંતે વંદેમાતરમ દ્વારા કાર્યની પૂર્ણાહુતી થઇ અને સૌ આમંત્રિત મહેમાન તેમજ કાર્યકર્તા લાગણીથી છુટા પડયા.

“ભારત માતા કી જય”