
વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશની કાર્યયોજના ચિંતન બેઠક દિનાંક ૧૩,૧૪ સપ્ટેમ્બર ૨૦૨૪ને શુક્રવાર, શનિવારના રોજ અધ્યયન પ્રશિક્ષણ કેન્દ્ર ગાંધીનગર ખાતે યોજાઈ હતી. જેમાં ગુજરાત પ્રાંતના કુલ ૫૮ ચયનિય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતા. વંદનાથી બેઠકનો પ્રારંભ થયો હતો. બેઠકની પ્રસ્તાવના પ્રાંતના અધ્યક્ષ શ્રી નીતીનભાઈ પેથાણીએ રજૂ કરી હતી. અખિલ ભારતીય ચિંતન બેઠક થઈ તેના ક્રિયાન્વયન માટે આ બેઠકયોજવામાં આવી હતી. ૨૦૨૫નું વર્ષ સંધકાર્ય માટે અતિ મહત્ત્વનું વર્ષ છે. વિદ્યાભારતીના કાર્યને ૩૧ વર્ષ પૂર્ણ થયા તેને આગામી ગતિવિધિ માટે ૧૦ કે ૧૨ વર્ષે અખિલ ભારતીય સ્તરે ચિંતન કરવા કહ્યું.કુલ ૮ સત્રોમાં બેઠક થઈ હતી. તેમાં પ્રબંધન સમિતિ, આચાયો-પ્રધાનાચાર્યો, ચુનૌતી પૂર્ણ ક્ષેત્રની શિક્ષા, વિદ્યાલય ગુણવત્તા વિકાસ, સરકારી શિક્ષા તંત્ર અને અન્ય શૈક્ષિક શિક્ષા સંસ્થાનો સંપર્ક, શિક્ષાક્ષેત્રની વર્તમાન ચુનૌતીતથા વિદ્યાભારતીની ભૂમિકા, કાર્યકર્તાઓનું પ્રશિક્ષણ, પ્રબોધન અને નિયોજન, શિશુવાટિકા અને ફાઉન્ડેશન સ્ટેજ, વિદ્યાર્થીઓનો વિકાસ, માધ્યમિક અને ઉ.મા. વિદ્યાલયો સામેના પડકારો અને ઉકેલ જેવાં વિષયો પર ગટશઃ સત્રો કરવામાં આવ્યા હતા. સંગઠનમાં ચિંતનની પ્રક્રિયા એ સ્વાભાવિક પ્રક્રિયા છે.બેઠકનૂં સમાપન પાથેય શ્રી મહેશભાઈ પતંગે દ્વારા કરવામાં આવ્યું. જેમાં તેમણે જણાવ્યુ કે આપણા વિદ્યાલયો પાછળ ન રહે તે હેતુસરઆ ચિંતન બેઠક કરવામાં આવી રહી છે. આપણે અનેક પડકારોનો સામનો કરીને આપણે કાર્ય કરવાનું છે. આપણે દેશને પરમ વૈભવના સ્થાને પહોંચાડવાનો છે. ચિંતન બેઠકનું અનુવર્તી કાર્ય કરવું જોઈએ.