
શિક્ષકોમાં શિક્ષણને સેવાવ્રત તરીકે સ્વીકારવાની વૃત્તિ તથા દાયિત્વબોધ જગાડવાં જોઈએ. સમાજ અને રાષ્ટ્ર, સંસ્કૃતિ અને ધર્મને જાળવવાનું કાર્ય શિક્ષકનું છે. એવો ગૌરવનો ભાવ શિક્ષક પ્રશિક્ષણનો ભાગ બનવો જોઈએ..
વિદ્યાભારતી એવા શ્રેષ્ઠ શિક્ષકો તૈયાર કરવાનું કામ છે. તેમ જ વિદ્યાર્થી, પરિવાર અને સમાજનું ધનિષ્ટ પ્રશિક્ષણ કરે છે..
આચાર્ય, પ્રધાનાચાર્ય પ્રશિક્ષણ વર્ગો, વ્યવસ્થાપક/ ટ્રસ્ટી ચિંતન વર્ગો, ગોષ્ઠિઓ, સંકુલ, વિભાગ અને પ્રાંત સ્તરે પ્રશિક્ષણ વર્ગો, શૈક્ષણિક કાર્યશાળાઓ, કાર્યગોષ્ઠિઓ, આધારભૂત વિષયો તથા અભ્યાસ્ક્રમના વિષયોના વર્ગો પ્રશિક્ષણની વિવિધ યોજનાઓ, ‘ઘર એ જ વિદ્યાલય ‘ પ્રકાર દ્વારા વાલી પ્રશિક્ષણ.
સમાજ પ્રબોધનના વિવિધ કાર્યક્રમો દ્વારા પ્રશિક્ષણ.