
શિક્ષણ.
ભારતીય શિક્ષણશાસ્ત્રનાં સિદ્ધાંતોને વર્ગખંડમાં પ્રયોગો કરી શિક્ષણ પદ્ધતિ નિર્માણ કરીએ છીએ. તેમજ યોગ આધારિત શિક્ષણની સંકલ્પના દ્વારા વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાશ થાય તેવું શિક્ષણ વિદ્યાલયોમાં આપે રહ્યું છે.
શિશુવાટિકા:
આ શિક્ષણ પદ્ધતિ વિદ્યાભારતીએ વિકસિત કરી છે અને અનૌપચારિક, આનંદદાયક, ક્રિયા અને અનુભવ આધારિત છે. જેમાં પુસ્તક, દફતર, પરીક્ષા, ગૃહકાર્ય નથી. પ્રેમ,આનંદ,સહજતા, સ્વતંત્રતા અને આત્મીયતા તેના મૂળભૂત આધાર છે.
પ્રાથમિક અને માધ્યમિક:
પ્રાથમિક શિક્ષણમાં ક્રિયાશીલતા અને પ્રયોગશીલતાને મહત્વ અપાય છે. આ અમિત વિદ્યાભારતી પંચપદી શિક્ષણ પદ્ધતિ વિકસાવી છે. માધ્યમિક શિક્ષણની કિશોરાવસ્થામાં મન અને બુદ્ધિ સક્રિય હોય છે. તેથી વિદ્યાલયોમાં મનની કેળવણી અને સંયમિત બુદ્ધિ વિકસે તેવું શિક્ષણ આપે છે.
- ગ્રામીણ અને નાગરીય ક્ષેત્રનું શિક્ષણ.
- એકલ વિદ્યાલયો અને સંસ્કાર કેન્દ્ર.
- વનવાસી વિદ્યાલય અને પૂર્ણ દિવસીય વિદ્યાલય શિક્ષણમાં મૂળભૂત ચિંતન અને પ્રયોગ.
- શિશુવાટિકા અને બાલિકા શિક્ષણ.
શિક્ષણમંદિર/એકલ શિક્ષણ વિદ્યાલય / સંસ્કાર કેન્દ્ર:
સમાજની છેડવાની વ્યક્તિ માટે, વનવાસી, સરહદી અને ગ્રામીણ વિસ્તારોમાં નિઃશુલ્ક શ્રી સરસ્વતી શિક્ષણમંદિર યોજના ચલાવે છે.