પરીક્ષા પદ્ધતિ

પરીક્ષા પદ્ધતિ

પરીક્ષા એટલે મૂલ્યાંકન. મૂલ્યાંકનનો સીધો સંબંધ શિક્ષણના ઉદ્દેશ્ય સાથે થાય છે. આપણે જે ઉદ્દેશ્યથી વિધાર્થીને ભણાવીએ છીએ તે ઉદ્દેશ્ય સિદ્ધ થયો કે નહિ તે જાણવા માટે મૂલ્યાંકન હોય છે.

ઉદ્દેશ્યોને સિદ્ધ કરવા માટે અભ્યાસક્રમ હોય છે અને આ અભ્યાસક્રમનો પાઠયપુસ્તકોની સહાયતાથી આપણે ચલાવતા હોઈએ છીએ. તેથી પરીક્ષા અને મૂલ્યાંકનનો પણ સંબંધ પાઠ્યપુસ્તક સાથે આવે છે.

પાઠ્યપુસ્તકો અને પાઠ્ય વિષયમાંથી વિદ્યાર્થીને કેટલું આવડ્યું તે આપણે મૂલ્યાંકન દ્વારા જાણીએ છીએ. જો પૂરતું આવડ્યું હોય તો આપણે આગળનો અભ્યાસ માટે યોગ્ય છે, સક્ષમ છે તેમ માનીને ઉતીર્ણ કરીએ છીએ અને આગળના ધોરણમાં જવા દઈએ છીએ.

આ જ રીતે આપણે વિદ્યાર્થીને ક્રમ(નંબર) નહીં પરંતુ શ્રેણી આપવાનું નિશ્ચિત કર્યું છે. જ્ઞાનના ક્ષેત્રમાં સ્પર્ધાત્મક વલણ જોખમકારક છે. વિદ્યાર્થીએ શ્રેષ્ઠ બનવાનો પુરુષાર્થ કરવો જોઈએ.