
માધવ વિદ્યાપીઠ
વિદ્યાભારતી માને છે કે, વનવાસી ક્ષેત્રમાં રહેતા લોકો પણ હિન્દૂ સમાજનું અને રાષ્ટ્રીય જીવનધારાનું અભિન્ન અંગ છે. પ્રેમ, સેવા અને શિક્ષણના માધ્યમથી
વનાંચલમાં રહેતા લોકોમાં સ્વાવલંબન, સ્વાભિમાન અને દેશભક્તિનો ભાવ જગાડવાનો પ્રયત્ન વિદ્યાભારતી દ્વારા દેશભરમાં થઇ રહ્યો છે. વનવાસી લોકોનું દેશની સ્વત્રંત્રતા અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન રહેલું છે. એમના વિકાસ વિના દેશનો વિકાસ અધૂરો છે. તેથી વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ દ્વારા ભરૂચ જિલ્લાના કાકડકુઇ વિસ્તારમાં ‘માધવ વિદ્યાપીઠ’ નામે વનવાસી પ્રકલ્પ વર્ષ ૨૦૦૭ માં શરૂ થયો.