
સમર્થ ભારત નિર્માણ કેન્દ્ર
સમર્થ ભારતનું નિર્માણ ત્યારે જ થાય જયારે ભારતની પ્રજા સમર્થ બને. જેમ શ્રેષ્ઠ વૃક્ષની ગુણવત્તા તેના બીજમાં સમાયેલી હોય છે તેમ ઉત્તમ મનુષ્યના વિકાસનો પ્રારંભ બીજારોપણ (ગર્ભાધાન પૂર્વ)થી થાય છે. જેમાં માતાપિતાનાં શરીરશુદ્ધિથી લઈને મન, બુદ્ધિનો વિકાસ તથા ચિત્ત પર શ્રેષ્ઠ સંસ્કાર દ્વારા ઉત્તમ મનુષ્યના નિર્માણની યોજના છે. ખરા અર્થમાં તે પરિવાર પ્રશિક્ષણનો એક ભાગ છે.