
પ્રાંતીય પ્રતિનિધિ સભા (ટ્રસ્ટી-વ્યવસ્થાપક સંમેલન)
વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ આયોજિત પ્રાંતીય પ્રતિનિધિ સભા (ટ્રસ્ટી-વ્યવસ્થાપક સંમેલન) અધિક જેઠ સુદ ૧૫, યુગાબ્દ : ૫૧૨૮, દિનાંક : ૩૧ મે, ૨૦૨૬ રવિવારના રોજ સંસ્કારધામ, ગોધાવી (કર્ણાવતી) મુકામે વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી નિતીનભાઈ પેથાણીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ સભામાં પ્રાંતના દરેક સ્થાનના મળીને કુલ ૨૨૫ ટ્રસ્ટી-વ્યવસ્થાપક ઉપસ્થિત રહ્યાં હતા. આ સભામાં કુલ ૫ સત્રો થયા હતા.
સત્ર ૧ માં બ્રહ્મનાદથી બેઠકનો પ્રારંભ થયો. ગત પ્રતિનિધિ સભાનું વૃત્ત વાંચન થયું, પૂર્વછાત્ર પરિષદની માહિતી અને દિવંગત આત્માઓને શ્રદ્વાંજલી આપવામાં આવી ત્યારબાદ વાર્ષિક વૃત્ત વાંચન થયું.
વંદનાથી સત્ર ૨ની શરૂઆત થઈ. આ સત્રમાં પુસ્તક વિમોચન કાર્યક્રમ હોવાથી ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રીશ્રી પદ્યુમનભાઈ વાજાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. માનનીય શિક્ષણમંત્રીશ્રીનું શ્રીફળ, સાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ પૂજનીય સરસંઘચાલક ડો. મોહનજી ભાગવત લિખિત હિંદી પુસ્તક “ભારતીય શિક્ષા દ્રષ્ટિ” નું ગુજરાતી અનુવાદિત પુસ્તક, જીવન વિકાસપોથી ધોરણ ૧ થી ૬ અને લાલયેત્ પંચવર્ષાણી એવં દસવર્ષાણી તાડયેત પુસ્તકનું માનનીય શિક્ષણમંત્રીશ્રીના વરદ હસ્તે વિમોચન કરવામાં આવ્યું. પુસ્તક વિમોચન બાદ શ્રી અનિલભાઈ રાવલે વિમોચન કરાયેલા પુસ્તકો અંગે થોડીક માહિતી આપી. અતિથિ ઉદ્બોધન માનનીય શિક્ષણમંત્રીશ્રી પદ્યુમનભાઈ વાજાનું રહ્યું હતું. ત્યારબાદ શ્રી નીતિનભાઈ પેથાણીનું વકતવ્ય થયુ હતું.
સત્ર ૩ માં અખિલ ભારતીય સાધારણ સભાનું વૃત્ત વાંચન થયું ત્યારબાદ વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશના વિવિધ પ્રકલ્પના વિડીયો નિદર્શન થયું. રાષ્ટ્રીય શિક્ષા નીતિ અંતર્ગત કેટલીક જરૂરી માહિતી સૌને આપવામાં આવી હતી.
સત્ર ૪ માં સંસ્થાગત માર્ગદર્શન અને એફ.આર.સી. અંગે માહિતી પી.પી.ટી. દ્વારા આપી હતી અને આવક – જાવકના હિસાબો રજૂ કર્યાં. આત્મનિર્ભર વિદ્યાલય અંગેની માહિતી આપવામાં આવી.
સત્ર ૫ માં મુખ્ય અતિથિ તરીકે આવેલ શ્રી શૈલેષભાઈ પટેલનું શ્રીફળ, સાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. આગામી કાર્યક્રમોની માહિતી આપવામાં આવી. શ્રી શૈલેષભાઈ પટેલના હસ્તે માધવ વિદ્યાપીઠને સત્તર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. નાગભૂમિ શિક્ષણ સેવા અભિયાન અને જનજાતિ શિક્ષણ સેવા અભિયાનમાં જે વિદ્યાલયો દ્વારા સૌથી વધારે રાશી એકત્ર કરીને પ્રાંતમાં મોકલવામાં આવી છે, તેવા ત્રણ – ત્રણ વિદ્યાયલયોનું મુમેન્ટ આપીને સન્માન કરવામાં આવ્યું. સન્માન કર્યુ તે વિદ્યાલયોની યાદી નીચે મુજબ છે.
| નાગભૂમિ શિક્ષણ સેવા અભિયાન | જનજાતિ શિક્ષણ સેવા અભિયાન |
|---|---|
| મોરબી | મોરબી |
| વરાછા | મુંદ્વા |
| પાટણ | માંડવી |
![]() | ![]() |
![]() | ![]() |
![]() | ![]() |






