સદા અગ્રેસર’ ધ્યેય વાંક્યને ચરિતાર્થ કરતો તૃત્તિય વાર્ષિકોત્સ્વ.

 100 જેટલા વિદ્યાર્થીઓનો પ્રત્યક્ષ સહભાગ,  600 જેટલા પ્રેક્ષકો/પ્રબુદ્ધોની ઉપસ્થિતિ, વ્યાવહારિક જીવનમા સંઘ અને સૈન્ય અનુશાસનનુ સ્વયં પાલન પોતાનું શ્રેષ્ઠ આપવાનો શારીરિક-માનસિક પરિશ્રમ અભાવમાં પણ પ્રભાવ પાથરનારી સદાઅગ્રેસર કૃતિ આપસી સંપૂર્ણ તાલમેલ સાથે નિડરતા અને ઉત્સાહ વર્ધક કાર્યક્રમ 2023મા અભાવગ્રસ્ત સ્થિતિમા શરુ થયેલી આપણી નેતાજી સુભાષચંદ્ર બોઝ સૈનિક સ્કુલનો જયારે આજે તૃત્તિય વાર્ષિકોત્સ્વ ઉજવાયો ત્યારે કાર્યક્રમ દરમ્યાન જ મુખ્ય અતિથી બોલી ઉઠયા કે ‘આ કોઇ પચ્ચીસ વર્ષ જુનિ અને પ્રભાવી શાળાનો વાર્ષિકોત્સ્વ લાગી રહ્યો છે’.

ઉત્કૃષ્ઠ તૈયારી સાથે ઉજવાયેલા આ ઉત્સ્વની દરેક કૃતિ પાછળ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો કઠીન પરિશ્રમ, નિડરતા,નેતૃત્વ કલા, સોંપાયેલા કાર્યને પોતાનું શ્રેષ્ઠ આપવુ જેવા વિદ્યાભારતીએ સિંચિત કરેલા ગુણોના આવિર્ભાવના કારણે પ્રકૃતિ-સંસ્કૃતિ અને ઉત્કૃષ્ઠતાની થીમ સાથે શરુ થયેલા કાર્યક્રમમા માં સરસ્વતિની સામૂહિક વંદના, શિવ સ્વરુપનો મહિમા, પ્રકૃતિનુ જતન, નારી સશક્તિકરણ, ભ્રષ્ટાચાર, જેવી ધાર્મિક-સામાજિક કૃતિઓ, સૈન્ય પરેડ અને ગોપુરમ દ્રારા સૈન્યની શિસ્ત અને અંતમા દેશના શહિદોની જીવનગાથા દ્રારા દેશ ખાતર પોતાની જાન ન્યોછાવર કરવાનુ અદમ્ય સાહસ, પ્રાચિન થી લઇ અને અર્વાચિન ભારતના નિર્માણની યશોગાથા. દરેક કૃતિ એટલી સચોટતાથી ભજવાઇ કે તેને જોનારા દરેક પ્રબુદ્ધો અચંબિત થઇ ગયા.

આયોજનનુ દરેક પાસુ એટલુ સચોટ હતુ કે એમા કયાંય અતિશયોક્તિ કે ઉણપ નજરે જ ના પડી. કોઓર્ડીનેશન અને કમ્યુનિકેશન એટલુ પરફેકટ હતુ કે કયાંય ચુક નજરે ના પડે.પછી એ મહેમાનોનુ સ્વાગત્ત હોય, દરેકના સ્થાનની વ્યવસ્થા, અતિથિઓનુ સન્માન, વિદ્યાર્થીઓને લાવવા લઇ જવાની વ્યવસ્થા, એમના વાલીઓને સાચવવાની વ્યવસ્થા કે ભોજન વ્યવસ્થા બધુ જ સમયસર અને કોઇપણ જાતનિ અવ્યવસ્થા રતિભાર પણ કયાંય નજરે ન ચડી. કારણ દરેક વ્યક્તિ આ કાર્યક્રમ મારો છે, એ ભાવ સાથે કાર્ય કરતા હતા.

વાઇસ પ્રન્સિપાલ સરે પણ સંક્ષિપ્તમા સ્કુલની સર્વાગીણ પ્રવૃતિ અને વિકાસનો, વિદ્યાર્થીઓએ મેળવેલ સિદ્ધિનો ચિતાર પ્રસ્તુત કર્યો.સંસ્થાના વડા એટલે પ્રિન્સિપાલ જેમણે ત્રુટીઓનો સ્વીકાર સાથે સહકારની અપીલ કરી, તો સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓ માટે વિશેષ પુરસ્કારની પણ ઘોષણા કરી.વિદ્યાભારતીના પ્રદેશ અધ્યક્ષ શ્રી નિતિનભાઇએ વિદ્યાભારતીના શૈક્ષણિક કાર્ય અને તેના પાયામા રહેલો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો વિચાર જેણે અભાવમા પણ પ્રભાવી બની રહેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.અતિથી વિશેષ વિંગ કમાન્ડર તિવારી સાહેબે NDA/CDSમા કારકીર્દી અને ત્યારબાદની કસોટી વિષયક માર્ગદર્શન પુરુ પાડયુ, જે અભિભાવકો માટે ખૂબ ઉપયોગી સિદ્ધ થયુ.કાર્યક્રમના પ્રમુખ વક્તા તરીકે શ્રી અતુલ કુલકર્ણીજી , IPS, સેવા નિવૃત ડાયરેકટર જનરલ, NIA એ તેમના વકતવ્યમા સુભાષચંદ્ર બોઝના વ્યકતિત્વ વિષયક અજાણી વાતો, વિદ્યાર્થીઓ સાથે કારકીર્દીના વિભિન્ન પહેલુઓ, સમાજજીવનમા સૈન્ય અનુશાસન સાથે આપણી સ્કુલના સ્ટાફ, તેમની કુશળતા, વિદ્યાર્થીઓ દ્રારા ગાર્ડ ઓફ ઓનર,શિસ્ત અને સ્કુલે બહુ ટુંક સમયમા ભરેલી હરણફાળની પ્રશંસા કરી.વિદ્યાર્થીના અભિભાવકોએ પણ પોતાના વકતવ્યમાં સ્કુલ દ્રારા વિદ્યાર્થીઓના સધાયેલા વિકાસ અંગે સંતોષ સાથે સહકારની ભાવના વ્યકત કરી.

કાર્યક્રમના અંતે ભોજન સમયે સંઘ અને સમાજના વિભિન્નક્ષેત્રમાંથી પધારેલા પ્રબુદ્ધજનોએ વિદ્યાર્થી દ્રારા પ્રસ્તુત કૃતિઓમા ધ્યાને લેવાયેલી સુક્ષ્મ બાબતો, શિસ્ત અને શિક્ષકોની મહેનતની મુકતકંઠે પ્રશંસા કરી.સંઘના શતાબ્દી વર્ષ નિમિત, સંપર્ક અભિયાનના કારણે બધાને RSS વિષે વિભિન્ન પ્રાંતના અભિભાવકોને સંઘ વિષે માહિતિ હતી.પરંતુ આ સંઘ વિચારથી પ્રેરિત વિદ્યાભારતી સંચાલિત સ્કુલ છે, એ જાણી બધાના આત્મવિશ્ર્વાસનુ વર્ધન અને રાષ્ટ્રકાર્ય પ્રત્યે કૃતજ્ઞતા અને ગૌરવની લાગણી જોવા મળી.

કાર્યક્રમને સંપૂર્ણ સફળતા અપાવવા માટે પ્રિન્સીપાલ ગજેન્દ્રસિંહજી, બંન્ને વાઇસ-પ્રિન્સિપાલ, સંપૂર્ણ સ્ટાફ અને વ્યવસ્થાત્મક પાસુ શ્રી રજનીભાઇએ સંભાળ્યુ સાથે આ સમગ્ર કાર્યક્રમના તમામ પાસાની શ્રી હેમંતભાઇએ વ્યકિતગત ચિંતા કરી.